ગુજરાતના-જોવાલાયક સ્થળો

ટુર ગુજરાત

દામોદર કુંડ


શ્રી દામમોદરરાયજીનું મંદિર

ભક્ત નરસિંહ જયાં રોજ સ્નાન કરવા આવતા તે દામોદર કુંડ
ગિરિ તળેટી ને કુંડ દામોદર,ત્યાં મહેતાજી નાહવા જાય… એવા ભજનમાં આ તીર્થભૂમિ શ્રીકૃષ્ણ અને તેમના પરમભકત નરસિંહના નામ સાથે સંકળાયેલી છે.આ દામોદર કુંડ ગિરનાર જતા રસ્તામાં આવે છે. કહેવાય છે કે ભક્ત નરસિંહ અહીં રોજ સ્નાન કરવા માગતા. અહીં પ્રાચીન દામોદરનું મંદિર પણ છે.


જૂનાગઢ શહેરથી ગિરનાર જવાના માર્ગમાં સોનરખ નદીમાં આ પવિત્ર અને પ્રખ્યાત કુંડ છે.તેને કાંઠે દામોદરરાયજીનું સુપ્રસિદ્ધ મંદિર છે. સ્કંદ ગુપ્તના સૂબા ચક્રપાલિતે,ઈ.સ. 457-458માં ચક્રભૂત વિષ્ણુનું આ મંદિર બંધાવ્યાનો પર્વતીય શિલા લેખામાં ઉલ્લેખ છે. આમ આ મંદિર ઘણું જ પ્રાચીન છે.આ મંદિરની પૂર્વ તરફની દિવાલ તથા તેના શિખરના ભાગનો જીણોદ્ધાર થયો હોય તેવું લાગે છે.પૌરાણિક માન્યતા મુજબ આ મંદિર ભગવાન શ્રીકૃષ્ણના પૌત્ર વજ્રનાભે બંધાવ્યું હતું.

લોકાકિત મુજબ ભક્તકવિ નરસિંહ મહેતા અહીં દર્શને આવતા અને જૂનાગઢના માંડલિકે જયારે તેમની ભકિતની કસોટી કરવાનો પડકાર આપ્યો ત્યારે દામોદરરાયે અહીંથી જ હાર આપી હતી એમ કહેવાય છે.ગિરનાર માહાત્મ્યમાં એવી પણ વાર્તા છે કે આ કુંડમાં બ્રહ્માજીની આજ્ઞાથી ગંગાજી વહે છે. તદ્ઉપરાંત એમ કહેવાય છે કે આ કુંડના પાણીમાં હાડકાં આપમેળે ઓગળી જાય છે. તેમાં ચિતાભસ્મ નાખવામાં આવે છે છતાં તે પાણી શુદ્ધ રહે છે.

આ સ્થાને વિક્રમ સંવત 1473ના વર્ષનો એક શિલાલેખ પણ છે. તેમાં જણાવ્યા મુજબ દામોદર નામના કોઈ પરોપકારી સજ્જને યાત્રાળુઓ માટે બંધાવેલો મઠ છે.શ્રી મહાપ્રભુજીની બેઠક પણ અહીં છે.

ઈ.સ. 1826માં દીવના વ્યાપારી સંઘજીએ વાગીશ્વરી દરવાજાથી ગિરનાર સુધીનો માર્ગ બંધાવ્યો અને ઈ.સ. 1889માં દીવાન હરિદાસે દામોદરજીના મંદિરમાં જવા માટે પુલ બંધાવ્યો.

દામોદર કુંડની લંબાઈ 275 ફૂટ અને પહોળાઈ 50 ફૂટ છે.

Advertisements

One comment on “દામોદર કુંડ

 1. kedarsinhjim
  જૂન 6, 2013

  શ્રાદ્ધ પ્રસંગ
  ઢાળ:- કીડી બાઈ ની જાન નો

  આવ્યો સમય આજે શ્રાદ્ધ નો રે કરે નરસિંહ વિચાર. મેહેણા મોટા ભાઇ મારતા, આપે કષ્ટો અપાર
  કરવું પિતાનું મારે શ્રાદ્ધ છે…

  પાંચ બ્રાહ્મણ ને બોલાવશું રે, સંગે ગોર પરીવાર. વાળી વેચી ને સીધું લાવશું, સાથ દેશે સરકાર
  મોટો દ્વારિકા નો નાથ છે…

  લાવ્યા સામાન સૌ સાથમાં રે, ઘી નહી ઘરમાં લગાર. આપો ઉધારે આટલું, કરે નરસિંહ પોકાર
  દેવા મારે તો પછી દામ છે…

  મારે મહેતાને નાગર મેણલા રે, આજ આનંદ અપાર. આવે તેડા જો આપના, જાવું ભક્ત કેરે દ્વાર
  લેવો પ્રભુ નો પરસાદ છે…

  બોલ્યા મહેતાજી ત્યારે ભાવમાં રે, સકળ નાગર સંગાથ. આવો અમારે આંગણે, લેશું ભોજન સૌ સાથ
  સાચી પ્રભુજી ની મહેર છે…

  નાગર કરે છે ઠઠ્ઠા ઠેકડી રે, સુણી નરસિંહ ની વાત. સાત માણસ નું સીધું નથી, કહે જમાડશું નાત
  વાતો કરવામાં હોશિયાર છે..

  સાચો વહેવાર વંશીધરે રે, નથી નરસિંહ નું કામ. કેવાં ભોજન ને કેવી વાત છે, ક્યાં છે દમડી કે દામ
  ફોગટ ફૂલણશી ફૂલાય છે…

  મળ્યો મહેતા ને એક માલમી રે, આપું ઘી ના ભંડાર. દામ ન હોય દામોદર ભજો, એજ સાચા કલદાર
  પછી-નરસિંહ નારાયણ ગાય છે…

  સાદ સૂણીને જાગ્યો જાદવો રે, કીધાં સૌને ફરમાન. ભક્ત મારો ભજને ચડ્યો, નહી રહે હવે ભાન
  જાવું મહેતાજી ને દ્વાર છે…

  નાગર બનીને વહાલો આવ્યા રે, આવ્યા જૂનાગઢ મોજાર. શોભે છે રૂપ નરસિંહ તણું, હૈયે હરખ અપાર
  કરવાં સેવક ના મારે કામ છે…

  કાન ટોપી ધરી ભૂધરે રે, હાથ લીધી કરતાલ. ભાલે તિલક અતિ શોભતું, સંગે તંબૂર નો તાલ
  ગોવિંદ ગોવિંદ ના ગુણ ગાય છે..

  ગોર બાપા બેઠાં રૂસણે રે, નહી આવું તારે દ્વાર. કોડીનું દાન કરતો નથી, ખોટો તારો વહેવાર
  વંશીધર સાચા યજમાન છે…

  વિપ્ર બોલાવ્યો એક વિટ્ઠલ રે, નહી જાણે કોઈ જાપ. પામ્યો મહેર માધવ તણી, મુખે મંત્રો અમાપ
  વાણી વેદો ની જાણે ખાણ છે…

  પોઠું આવી કોઈ ભાત ની રે, સંગે સાજ શણગાર. સેવક આવ્યા સૌ સાથમાં, પૂછે નરસિંહ ના દ્વાર
  ક્યાં મહેતાજી ના મહેલ છે…

  નાગર લાગ્યા સૌ જાણવા રે, ક્યાંથી આવ્યા કયું કામ. કોના સેવક ને કોના દાસ છો, શું છે માલિક નું નામ
  કેવું નરસિંહ કેરું કામ છે…

  હરિપૂર વાસી હરજીવન, રાખે મહેતા ના માન. જાણી પ્રસંગ આજે શ્રાદ્ધ નો, એણે કીધાં ફરમાન
  કરવા મહેતાજી ના કામ છે…

  નાગર બેઠાં સૌ ચીતવે રે, કીધો મોટેરો માર. ભીખ મંગાને શાની ભીડ છે, ક્યાં છે વળતો વહેવાર
  નથી કંઈ લાજ શરમ છે…

  દ્વારે આવી ને કરે ડોકિયાં રે, દીઠાં પિતૃ પરિવાર. ભાવે ભોજન આરોગતાં, આપે આશિષ અપાર
  બોલે નરસિંહ નો જય કાર છે…

  વિધ વિધ જાત ની વાનગી રે, જેની ફોરમ ફેલાય. નાગર લાગ્યા સૌ નાચવા, લહાવો છોડ્યો નહી જાય
  જમવું મહેતાજી ને ધામ છે…

  સઘળા કુટુંબ સંગે આવ્યા રે, નાગર નરસિંહ ને દ્વાર. સોના બાજોઠ બિછાવીયા, આપ્યાં સુંદર શણગાર
  હીરા મોતી થી ભર્યા થાળ છે…

  ભાવતાં ભોજન આવતાં રે, આવ્યાં મેવા મોહનઠાર. ખાધું પીધું ને ભાતું ભર્યું, બોલે નરસિંહ જયકાર
  ધન્ય મહેતાજી તારી સેવ છે…

  સોના રૂપા ના દાન દેવાયા, નથી પૈસા નો પાર. કુળના ગોર ને રિઝાવીયાં, આપ્યાં અઢળક ઉપહાર
  પછી-દામોદર દામાકુંડે જાય છે…

  આવ્યા નરસિંહ જ્યારે આંગણે રે, વાત જાણી વિસ્તાર. કીધી અરજ કૃપાલને, કરો કરુણા કિરતાર
  શાને-ભૂખ્યા ભગવાન ને ભક્ત છે…

  આવ્યા દામોદર દોડતાં રે, રાધા રૂક્ષમણા સંગાથ. ભાવે થી ભક્ત ને જમાડીયા, જમે દ્વારિકા નો નાથ
  ભક્ત વત્સલ ભગવાન છે…

  કરે ભરોંસો જે કાન નો રે, ગીત ગોવિંદ ના ગાય. કાર્ય સુધારે એના શામળો, વાસ વૈકુંઠ માં થાય
  “કેદાર” ગુણ ગાન એના ગાય છે…
  માન્યવર,
  મારા થકી અહીં જે કંઈ લખાય છે તે સાંભળેલું કે વાંચેલું હોય અને મારી યાદશક્તિ પ્રમાણે તેમજ ફક્ત મારી જેટલી બુદ્ધિ પહોંચે છે તેટલું લખાય છે, જે કદાચ ખોટું પણ હોઈ શકે, જેથી મારા લખાણ નો આશરો લઈ ને કોઈ વાત ની સત્યતા કે કોઈ કાર્ય ની માન્યતા સ્વીકારી લેવી નહીં.

  રચયિતા :
  કેદારસિંહજી મે. જાડેજા
  ગાંધીધામ -કચ્છ
  http://www.kedarsinhjim.blogspot.com
  kedarsinhjim@gmail.com
  મોબાઈલ: +૯૧ – ૯૪૨૬૧૪૦૩૬૫

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: