ગુજરાતના-જોવાલાયક સ્થળો

ટુર ગુજરાત

જૂનાગઢ દર્શન


જૂનાગઢ દર્શન

જૂનાગઢના અન્ય જોવાલાયક સ્થળોમાં એક પ્રસિદ્ધ સ્થાન છે ‘ઉપરકોટ’નો કિલ્લો. નવાબોના સમયનો આ કિલ્લો ગિરનારથી આશરે 3-4 કિ.મી. ના અંતરે આવેલો છે. વિશાળ મોટા પ્રવેશદ્વારમાંથી પસાર થતાં ઢોળાવવાળા રસ્તે બે તોપો મૂકવામાં આવેલી છે. ત્યાંથી જૂનાગઢ શહેરનું દ્રશ્ય નયનરમ્ય દેખાય છે. આ ઉપરકોટ વિસ્તારનું સર્વપ્રથમ દર્શનીય સ્થાન છે ‘જુમા મસ્જિદ’. ભારતમાં ભાગ્યેજ જોવા મળે તેવા પ્રકારની આ મસ્જિદ 15મી સદીની છે. એનો ચોક છાપરાવાળો છે જેમાં પ્રકાશ માટે ત્રણ અષ્ટકોણીય પ્રવેશકો છે. એની ઉપર સ્તંભો ઉપર ગોઠવેલા ગુંબજો હોવાની શક્યતા છે. પૂર્વાભિમુખ મુખ્ય પ્રવેશદ્વાર નમાજખંડ કરતાં એક માળ નીચે આવેલું છે. મિહરાબ એટલે કે મક્કાની દિશા તરફનો ગોખલો, ઝરોખા અને દીવાલો પરના પટ્ટા સ્થાનિક પરંપરાગત પથ્થર કોતરણી કળાની અસર દાખવે છે. ત્યાંથી થોડે આગળ ઢાળ ઊતરીને જતા બૌદ્ધગુફાઓ આવેલી છે. એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલી આ ગુફાઓમાં ભોંયરામાં ઊતરતા હોઈ તેવો પ્રવેશદ્વાર છે. વિશાળ ખડકોને કોતરીને રસ્તા બનાવવામાં આવ્યા હોય તેવું જણાય છે. ગુફામાં કુદરતી ઠંડક પ્રસરેલી રહે છે. સૂર્યપ્રકાશ મેળવવા માટે ઉપર જાળીઓ મૂકવામાં આવી છે.

બૌદ્ધગુફાઓથી થોડે આગળ જતાં જગપ્રસિદ્ધ ‘અડી કડી વાવ’ અને ‘નવઘણ કુવો’ આવેલાં છે. એક કહેવત અનુસાર એમ કહેવાય છે કે ‘અડી કડી વાવ અને નવઘણ કુવો, જેના જૂએ તે જીવતો મૂઓ.’ અર્થાત જેણે પોતાના જીવનમાં આ બે જગ્યાની મુલાકાત ન લીધી એનું જીવન વ્યર્થ છે ! – આવી એક રમૂજી લોકોક્તિ છે. અડી કડીની વાવનું સર્જન પથ્થરો કાપીને કરાયું છે. 162 પગથિયાવાળી આ વાવ – 81 મીટર લાંબી, 4.75 મીટર પહોળી અને 41 મીટર ઊંડી છે. સમગ્ર વાવ એક સળંગ ખડકમાંથી કાપીને બનાવેલી છે. જો કે વાવના બાંધકામની સામાન્ય બાબતો જેવી કે કૂટ, મોભ કે ગવાક્ષો એમાં નથી. જટિલ ભૂસ્તર રચનામાં બંધાયેલી આ વાવ તેના બાંધકામના સમયની પાણીના સ્ત્રોત શોધવાની કુશળતાને વ્યક્ત કરે છે. કોઈ ખાસ વિશિષ્ટ સ્થાપત્ય નહીં, ન કશી નોંધ કે ન કશું લખાણ. સમય માપન લગભગ અશક્ય, પણ એટલું ચોક્કસ કહેવાય છે કે આ સૌથી પ્રાચીન વાવમાંની એક છે ! હાલમાં વાવમાં પાણી તો છે પરંતુ તે અવાવરું અને દુર્ગંધ મારતું હોવાથી તેને કોઈ ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. ઉપરકોટના બીજે છેડે આવેલો છે સુપ્રસિદ્ધ ‘નવઘણ કૂવો’. ત્યાં દર્શાવેલી માહિતી અનુસાર : ‘પછીના સમયમાં આવનારી વાવના સ્વરૂપનો અણસાર આપતા આ કૂવાનું નામ ‘રાનવઘણ’ (ઈ.સ. 1025-44) પરથી પડ્યું. જ્યાંથી કૂવામાં જઈ શકાય છે તે આગળ મોટું થાળું કદાચ રાનવઘણના રાજ્ય દરમ્યાન બંધાયું હતું. પહેલાં સીધાં અને પછી જમણી તરફ ચક્રાકારે નીચે જતાં પગથિયાં છે. પ્રકાશ માટે દિવાલમાં બાકોરાં કર્યાં છે. થાળું બંધાયું એ પહેલાના સમયનો આ કૂવો જણાય છે. આને કેટલાક અભ્યાસીઓ વાવનું જૂનામાં જૂનું ઉદાહરણ માને છે.’ ઉપરકોટના કિલ્લાની ઉપર તરફ ચઢતાં વિશાળ તોપ મૂકવામાં આવેલી છે. તોપના દરવાજાની બાજુમાં મોટા બે સુંદર સરોવર આવેલા છે. ચારેબાજુ પર્વતો અને કિલ્લાની વચ્ચે ઉંચાઈ પર આવેલા આ સરોવર ખરેખર નવાઈ પમાડે તેવા છે ! આમ, ઉપરકોટનો સમગ્ર વિસ્તાર શિલ્પ સ્થાપત્યના એક ઉત્તમ નમૂનારૂપ બની રહે છે.

જેમના પદો અને પ્રભાતિયાં રોજ ઘરે ઘરે ગવાય છે અને લોક હૃદયમાં ગૂંજે છે તેવા ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતાને આ ભૂમિ પર કેમ કરીને ભૂલાય ? ‘જાગ ને જાદવા કૃષ્ણ ગોવાળિયા….’, ‘નારાયણનું નામ જ લેતાં….’, ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…’, ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ….’ કેટલા મધુર અને ઉત્તમ પદોનો જન્મ આ ભૂમિ પર થયો ! જાણે ગિરનારની તળેટીમાં હજુયે એ કરતાલ વાગ્યા કરે છે. કવિવર રાજેન્દ્ર શુક્લ કહે છે ને કે :

હજો હાથ કરતાલને ચિત્ત ચાનક,
તળેટી સમીપે હજો ક્યાંક થાનક.

જૂનાગઢના બજારમાં નીકળીએ ત્યારે એમ લાગે કે એક હાથમાં કરતાલ અને બીજા હાથમાં તપેલી લઈને પિતાના શ્રાદ્ધ માટે ઘી લેવા નીકળેલા મહેતાજી અહીંથી પસાર થયા હશે ત્યારનું એ દ્રશ્ય કેવું અદ્દભુત હશે !

નરસિંહમહેતાના નિવાસ્થાને પહોંચીએ એટલે તેમના જીવનના ‘પિતાજીનું શ્રાદ્ધ’, ‘કુંવરબાઈનું મામેરું’, ‘શામળશાની હૂંડી’ના એ તમામ જીવનપ્રસંગો આપણી નજર સમક્ષ આવવા લાગે છે. પ્રવેશદ્વારની અંદર જમણી તરફ દામોદર ભગવાનું મુખ્ય મંદિર આવેલું છે. સામેની બાજુ શ્રી મહેતાજીના જીવનપ્રસંગોના સુંદર ચિત્રોની આર્ટ ગેલેરી છે. બાજુમાં ગોપનાથ મહાદેવનું મંદિર છે. ‘અસલ રાસ ચોરો’ છે ત્યાં પંખીઓને ચણ નાખવામાં આવે છે. ભક્તિની ભીનાશથી ભરેલું આ ખૂબ જ શાંત અને સુંદર સ્થાન છે. મહેતાજીના નિવાસસ્થાનથી એટલે કે જુનાગઢ શહેરથી ત્રણ કિલોમીટર દૂર ગિરનાર તરફ જતા મધ્યમાં પુરાણપ્રસિદ્ધ પ્રાચીન તીર્થ ‘દામોદર કુંડ’ આવેલ છે, જેનું પૌરાણિક નામ બ્રહ્મકુંડ હતું. ત્યાં બ્રહ્માજીએ યજ્ઞ કર્યો હોવાથી આ તીર્થને પ્રાચીનકાળમાં ‘બ્રહ્મકુંડ’ તરીકે ઓળખવામાં આવતું. દામોદરકુંડની ઉત્તરમાં કુમૂદ પર્વત આવેલો છે જેનું બીજું નામ ‘અશ્વત્થામા પર્વત’ કહેવાય છે. સાત ચિરંજીવમાના એક ‘અશ્વત્થામા’ પ્રતિદિન પ્રાત:કાળે બ્રાહ્મ મુહૂર્તમાં સંધ્યાવંદન કરવા આ તીર્થમાં આવે છે તેવી મુમુક્ષુઓની અનુભૂતિ છે. આદિ ભક્ત કવિ તેમજ સંતશિરોમણી શ્રી નરસિંહ મહેતા ગામમાંથી ચાલી પ્રતિદિન પ્રાત:કાળે દામોદર તીર્થમાં બારેમાસ સ્નાન કરવા આવતા તેમજ અહીં દામોદર મંદિરમાં બેસી અખંડ ભજન અને ભક્તિ કરતા. આ દામોદર કુંડ સાથે શ્રી દામોદરરાયે નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરીને ભાદરવા વદ-5ને શનિવારે (શ્રાદ્ધ પક્ષ)ના દિને નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ સરાવી તર્પણ કરેલું હતું. કાલયવન રાક્ષસના નાશ માટે શ્રી કૃષ્ણ રણ છોડીને ભાગ્યા એટલે રણછોડ કહેવાયા અને ત્યારબાદ તેઓ સદેહે આ પાવન તીર્થ પર પધાર્યા હતા. એક લોકવાયકા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના અસ્થીનું વિસર્જન પણ તેમનાં પૌત્ર અનિરુદ્ધજીના હસ્તે આ કુંડમાં કરવામાં આવ્યું હતું. આસપાસનો આખો પ્રદેશ ખૂબ હરિયાળો શાંત અને પવિત્ર છે. જૂનાગઢના અન્ય જોવાલાયક સ્થળોમાં ભવનાથ મંદિર, અશોક શિલાલેખ અને મ્યુઝિયમ મુખ્ય છે. પ્રવાસીઓ નજીકના તુલસીશ્યામ અને સાસણગીરના પ્રદેશોની પણ મુલાકાત લે છે.

Advertisements

14 comments on “જૂનાગઢ દર્શન

 1. Drashty
  ડિસેમ્બર 28, 2010

  my home town is tottaly historycale place

 2. nandanpatel33
  માર્ચ 19, 2011

  i like junadhadh girnar bat no like junaghadh trafik control

 3. SASAN GIR
  ઓક્ટોબર 9, 2011

  I LOVE JUNAGADH AND SASAN GIR JUNGALE . GUJRAT NU SWARG SAMAN CHE.

 4. MANOJ GADHAVI (JASHODA NAGAR, AHMEDABAD )
  ઓક્ટોબર 9, 2011

  JUNAGADH AND SASAN GIR AYE GUJRAT NU GARV CHE . COME TO JUNAGADH AND SASAN GIR JUNGLE.

 5. shodhan zora
  ઓક્ટોબર 18, 2011

  My Junagadh Very Lovely City In The WORLD

 6. dhaval chandegara
  નવેમ્બર 24, 2011

  i am proud of my junagadh

 7. Hiren Patel ( Sihol )
  ડિસેમ્બર 5, 2011

  I Love Junaghadh.All Junaghadh peoples are very honest.

 8. Harsh Pandya
  માર્ચ 4, 2012

  Junagadh is my Father in law’s Town that’s why I Love Junagadh.

 9. naznin
  સપ્ટેમ્બર 27, 2012

  i m realy lucky for that i m from junagadh

 10. PRAKASH
  એપ્રિલ 8, 2013

  ! jay girinari !

 11. kishor bagiya
  મે 16, 2013

  i like junadhadh girnar.

 12. haresh
  મે 29, 2013

  i m realy thanks for that i m from junagadh

 13. kedarsinhjim
  જૂન 6, 2013

  શ્રાદ્ધ પ્રસંગ
  ઢાળ:- કીડી બાઈ ની જાન નો

  આવ્યો સમય આજે શ્રાદ્ધ નો રે કરે નરસિંહ વિચાર. મેહેણા મોટા ભાઇ મારતા, આપે કષ્ટો અપાર
  કરવું પિતાનું મારે શ્રાદ્ધ છે…

  પાંચ બ્રાહ્મણ ને બોલાવશું રે, સંગે ગોર પરીવાર. વાળી વેચી ને સીધું લાવશું, સાથ દેશે સરકાર
  મોટો દ્વારિકા નો નાથ છે…

  લાવ્યા સામાન સૌ સાથમાં રે, ઘી નહી ઘરમાં લગાર. આપો ઉધારે આટલું, કરે નરસિંહ પોકાર
  દેવા મારે તો પછી દામ છે…

  મારે મહેતાને નાગર મેણલા રે, આજ આનંદ અપાર. આવે તેડા જો આપના, જાવું ભક્ત કેરે દ્વાર
  લેવો પ્રભુ નો પરસાદ છે…

  બોલ્યા મહેતાજી ત્યારે ભાવમાં રે, સકળ નાગર સંગાથ. આવો અમારે આંગણે, લેશું ભોજન સૌ સાથ
  સાચી પ્રભુજી ની મહેર છે…

  નાગર કરે છે ઠઠ્ઠા ઠેકડી રે, સુણી નરસિંહ ની વાત. સાત માણસ નું સીધું નથી, કહે જમાડશું નાત
  વાતો કરવામાં હોશિયાર છે..

  સાચો વહેવાર વંશીધરે રે, નથી નરસિંહ નું કામ. કેવાં ભોજન ને કેવી વાત છે, ક્યાં છે દમડી કે દામ
  ફોગટ ફૂલણશી ફૂલાય છે…

  મળ્યો મહેતા ને એક માલમી રે, આપું ઘી ના ભંડાર. દામ ન હોય દામોદર ભજો, એજ સાચા કલદાર
  પછી-નરસિંહ નારાયણ ગાય છે…

  સાદ સૂણીને જાગ્યો જાદવો રે, કીધાં સૌને ફરમાન. ભક્ત મારો ભજને ચડ્યો, નહી રહે હવે ભાન
  જાવું મહેતાજી ને દ્વાર છે…

  નાગર બનીને વહાલો આવ્યા રે, આવ્યા જૂનાગઢ મોજાર. શોભે છે રૂપ નરસિંહ તણું, હૈયે હરખ અપાર
  કરવાં સેવક ના મારે કામ છે…

  કાન ટોપી ધરી ભૂધરે રે, હાથ લીધી કરતાલ. ભાલે તિલક અતિ શોભતું, સંગે તંબૂર નો તાલ
  ગોવિંદ ગોવિંદ ના ગુણ ગાય છે..

  ગોર બાપા બેઠાં રૂસણે રે, નહી આવું તારે દ્વાર. કોડીનું દાન કરતો નથી, ખોટો તારો વહેવાર
  વંશીધર સાચા યજમાન છે…

  વિપ્ર બોલાવ્યો એક વિટ્ઠલ રે, નહી જાણે કોઈ જાપ. પામ્યો મહેર માધવ તણી, મુખે મંત્રો અમાપ
  વાણી વેદો ની જાણે ખાણ છે…

  પોઠું આવી કોઈ ભાત ની રે, સંગે સાજ શણગાર. સેવક આવ્યા સૌ સાથમાં, પૂછે નરસિંહ ના દ્વાર
  ક્યાં મહેતાજી ના મહેલ છે…

  નાગર લાગ્યા સૌ જાણવા રે, ક્યાંથી આવ્યા કયું કામ. કોના સેવક ને કોના દાસ છો, શું છે માલિક નું નામ
  કેવું નરસિંહ કેરું કામ છે…

  હરિપૂર વાસી હરજીવન, રાખે મહેતા ના માન. જાણી પ્રસંગ આજે શ્રાદ્ધ નો, એણે કીધાં ફરમાન
  કરવા મહેતાજી ના કામ છે…

  નાગર બેઠાં સૌ ચીતવે રે, કીધો મોટેરો માર. ભીખ મંગાને શાની ભીડ છે, ક્યાં છે વળતો વહેવાર
  નથી કંઈ લાજ શરમ છે…

  દ્વારે આવી ને કરે ડોકિયાં રે, દીઠાં પિતૃ પરિવાર. ભાવે ભોજન આરોગતાં, આપે આશિષ અપાર
  બોલે નરસિંહ નો જય કાર છે…

  વિધ વિધ જાત ની વાનગી રે, જેની ફોરમ ફેલાય. નાગર લાગ્યા સૌ નાચવા, લહાવો છોડ્યો નહી જાય
  જમવું મહેતાજી ને ધામ છે…

  સઘળા કુટુંબ સંગે આવ્યા રે, નાગર નરસિંહ ને દ્વાર. સોના બાજોઠ બિછાવીયા, આપ્યાં સુંદર શણગાર
  હીરા મોતી થી ભર્યા થાળ છે…

  ભાવતાં ભોજન આવતાં રે, આવ્યાં મેવા મોહનઠાર. ખાધું પીધું ને ભાતું ભર્યું, બોલે નરસિંહ જયકાર
  ધન્ય મહેતાજી તારી સેવ છે…

  સોના રૂપા ના દાન દેવાયા, નથી પૈસા નો પાર. કુળના ગોર ને રિઝાવીયાં, આપ્યાં અઢળક ઉપહાર
  પછી-દામોદર દામાકુંડે જાય છે…

  આવ્યા નરસિંહ જ્યારે આંગણે રે, વાત જાણી વિસ્તાર. કીધી અરજ કૃપાલને, કરો કરુણા કિરતાર
  શાને-ભૂખ્યા ભગવાન ને ભક્ત છે…

  આવ્યા દામોદર દોડતાં રે, રાધા રૂક્ષમણા સંગાથ. ભાવે થી ભક્ત ને જમાડીયા, જમે દ્વારિકા નો નાથ
  ભક્ત વત્સલ ભગવાન છે…

  કરે ભરોંસો જે કાન નો રે, ગીત ગોવિંદ ના ગાય. કાર્ય સુધારે એના શામળો, વાસ વૈકુંઠ માં થાય
  “કેદાર” ગુણ ગાન એના ગાય છે…
  માન્યવર,
  મારા થકી અહીં જે કંઈ લખાય છે તે સાંભળેલું કે વાંચેલું હોય અને મારી યાદશક્તિ પ્રમાણે તેમજ ફક્ત મારી જેટલી બુદ્ધિ પહોંચે છે તેટલું લખાય છે, જે કદાચ ખોટું પણ હોઈ શકે, જેથી મારા લખાણ નો આશરો લઈ ને કોઈ વાત ની સત્યતા કે કોઈ કાર્ય ની માન્યતા સ્વીકારી લેવી નહીં.

  રચયિતા :
  કેદારસિંહજી મે. જાડેજા
  ગાંધીધામ -કચ્છ
  http://www.kedarsinhjim.blogspot.com
  kedarsinhjim@gmail.com
  મોબાઈલ: +૯૧ – ૯૪૨૬૧૪૦૩૬૫

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: