ગુજરાતના-જોવાલાયક સ્થળો

ટુર ગુજરાત

ગાંધીનગર


ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે. ગાંધીનગર અને ચંડીગઢ એ બન્ને ભારતના રાજ્યોની પાટનગર તરીકે ખાસ યોજના કરી બનાવાયેલા છે. ગાંધીનગર નામ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવવાનું સુચન ૧૬ માર્ચ ૧૯૬૦ના રોજ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાએ કર્યું હતું. ગાંધીનગર શહેરની સ્થાપના ૨ ઓગસ્ટ ૧૯૬૫ના રોજ થઇ હતી. ઇ.સ. ૧૯૭૧થી ગાંધીનગર ગુજરાતની રાજધાની બન્યું. તે સમયે મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્રભાઇ દેસાઇ હતા. શહેરની રચનાનું આયોજન મુખ્ય સ્થપતિ (ચિફ આર્કિટેક્ટ) એચ. કે. મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ એમ. આપ્ટેએ કર્યું હતું.

 

Gandhinagar Map

Gandhinagar Map

ગાંધીનગર શહેર વિષે
ગાંધીનગર શહેરને વિવિધ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યું છે. તેમાં ક, ખ, ગ, ઘ, ચ, છ, જ નામના ઉભા તથા ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭ નામના આડા રસ્તા આવેલા છે. ક, ખ, ગ, ઘ, ચ, અને છ રોડની દિશા ઉત્તર-દક્ષિણ છે, જ્યારે અંકોમાં નિર્દિષ્ટ રસ્તાઓની દિશા પૂર્વ-પશ્ચિમ છે. ઊભા અને આડા રસ્તાઓ દર એક કિલોમિટરનાં અંતરે એકબીજાને છેદે છે. રોડ કેટલાક ભાગમાં પૂર્વ-પશ્ચિમ છે અને કેટલાક ભાગમાં ઉત્તર-દક્ષિણ છે. ગાંધીનગર શહેરની રચનામાં સિંધુ સંસ્કૃતિની એક અનોખી ઝલક જાવા મળે છે. સુ-વ્યવસ્થિત નગર નિયોજન જોવા મળે છે.

Gandhinagar Circle

Gandhinagar Circle

જોવાલાયક સ્થળો
ગાંધીનગરમાં જોવાલાયક સ્થળોમાં સેક્ટર ૨૮ નો બગીચો, બાલક્રિડાંગણ, અક્ષરધામ મંદિર અને સ્વામિનારાયણ ધામ (ઇન્ફોસિટીની સામે) છે, જે ગાંધીનગરમાં સૌથી વિશાળ જગ્યામાં ઘેરાયેલુ છે. ગાંધીનગરની નજીકમાં વિજાપુર રોડ પર મહુડી ઘંટાકરણ મહાવીર નું પ્રખ્યાત જૈન મંદિર તથા અમરનાથ ધામ (મૂળ અમરનાથની પ્રતિકૃતિ) પણ જોવા લાયક છે.

મહાત્મા મંદિર (ગાંધીનગર)
સ્વર્ણિમ પાર્ક ( ગાંધીનગર)
અક્ષરધામ (ગાંધીનગર)
સેક્ટર ૨૮ નો બગીચો (ગાંધીનગર)
સ્વામિનારાયણ ધામ (ગાંધીનગર)
ગુજરાત વિધાનસભા
ઇન્ફોસિટી (ગાંધીનગર)
સરિતા ઉધ્યાન (ગાંધીનગર)
હરણ ઉધ્યાન (ગાંધીનગર)
સચિવાલય (ગુજરાત)
સ્વપ્ન સૃષ્ટિ જળ ઉદ્યાન (વોટર પાર્ક)
અમરનાથ મંદિર
સાબરમતી નદીના કિનારે ‘સ્વ.ચીમનભાઇ પટેલ’ ની સમાધિ ‘ર્નમદા ધાટ’ આવેલ છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: