ગુજરાતના-જોવાલાયક સ્થળો

ટુર ગુજરાત

અમદાવાદ


Ahmedabad 1અમદાવાદનુ ગુજરાત અને ભારતમાં સ્થાન: અક્ષાંશ-રેખાંશ ૨૩°૦૨N ૭૨°૩૫E

સ્થાપના: ઇ.સ.૧૪૧૧

અંતર
• વડોદરાથી • ૧૨૦ કિ.મી. (75 માઈલ) ઉત્તરમાં (ધોરીમાર્ગ)
• રાજકોટથી • ૨૩૦ કિ.મી. (140 માઈલ) ઉત્તર-પુર્વમાં (ધોરીમાર્ગ)
• ગાંધીનગરથી • ૨૭ કિ.મી. (17 માઈલ) પુર્વમાં (ધોરીમાર્ગ)
• મહેસાણાથી • ૭૬ કિ.મી. (47 માઈલ) દક્ષિણમાં (ધોરીમાર્ગ)

અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને ભારતનું સાતમા ક્ર્મનું શહેર છે. અમદાવાદમાં આશરે ૬૫,૦૦,૦૦૦ લોકો રહે છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અને ૧૯૬૦થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચુક્યું છે, જેના પછી ગાંધીનગર શહેરને પાટનગર બનાવવામાં આવ્યુ.Ahmedabad 9
અંગ્રેજી શાસન દરમ્યાન અમદાવાદ એક આધુનિક અને મોટુ શહેર બની ગયું. અંગ્રેજી શાસન દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેંસીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું, અમદાવાદ ત્યારે પણ ગુજરાત પ્રદેશનો એક અહમ ભાગ રહ્યું. કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઇલ ઉદ્યોગને કારણે તેને ‘માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ’ તરિકે ઓળખવામાં આવતું હતું.

Ahmedabad 8૧૯મી સદી પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર ૧૧મી સદી થી વસે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ થી ઓળખાતું. એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા ભીલ સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામક શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણીનગર વિસ્તાર તરીકે ઓળખાય છે. સોલંકીનું રાજ ૧૩મી સદી સુધી ચાલ્યું, ત્યાર બાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા કુળ દ્વારા કરવામાં આવ્યું અને ૧૪૧૧માં કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો હતો, અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના કરી. દંતકથા અનુસાર અહેમદશાહ બાદશાહ જ્યારે સાબરમતી નદીને કિનારે ટહેલતા હતા ત્યારે તેમણે એક સસલાંને કુતરાનો પીછો કરતા જોયું. સુલતાન કે જેઓ તેમના રાજ્યની રાજધાની વસાવવા માટેના સ્થળની શોધમાં હતા તેઓ આ બહાદુરીના કારનામાંથી પ્રાભાવિત થઇને સાબરમતી નદી કિનારા નજીકનો જંગલ વિસ્તાર પાટનગરની સ્થાપના માટે નક્કી કર્યો. આ બનાવ એક લોકપ્રિય કહેવતમાં વર્ણવેલ છે ” જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા”.

Ahmedabad 6ઈ.સ. ૧૪૮૭માં અહમદ શાહના પૌત્ર મહમૂદ બેગડાએ અમદાવાદની ચોતરફ ૧૦ કી.મી. પરીમીતીનો કોટ ચણાવ્યો, જેમાં ૧૨ દરવાજા અને ૧૮૯ પંચકોણી બુરજોનો સમાવેશ થાય છે. ઈ.સ. ૧૫૫૩ માં જ્યારે ગુજરાત ના રાજા બહાદુર શાહ ભાગી ને દીવ જતા રહ્યા ત્યારે રાજા હુમાયુ એ અમદાવાદ પર આંશિક કબજો કર્યો હતો. ત્યાર બાદ અમદાવાદ પર મુઝાફરીદ લોકો નો ફરી થી કબજો થાય ગયો હતો, અને પછી મુગલ રાજા અકબર એ અમદાવાદ ને પાછુ પોતાનું રાજ્ય બનાવ્યું. મુગલ કાળ દરમ્યાન અમદાવાદ, રાજ્ય નું ધગ-મગતું ઓદ્યોગિક કેન્દ્ર બન્યું જ્યાં થી કાપડ યુરોપ મોકલાતું. મુગલ રાજા શાહજહાં એ પોતાનો ઘણો સમય અમદાવાદ માં વિતાવ્યો, જે દરમ્યાન તેણે શાહીબાગ માં આવેલું મોતી શાહી મહાલ બનાવડાવ્યું. અમદાવાદ ૧૭૫૮ સુધી મુગલો નું મુખ્યાલય રહ્યું, ત્યાર બાદ તેમણે મરાઠા સામે સમર્પણ કર્યું.[૫] મરાઠા કાળ દરમ્યાન અમદાવાદ તેની ચમક ધીરે ધીરે ખોવા માંડ્યું અને તે પૂના ના પેશ્વા અને બરોડા ના ગાયકવાડ ના મતભેદ નો શિકાર બન્યું.

સન્ ૧૪૧૧ માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમિયાન ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. તેનું નામ ‘અહમદાબાદ’ તરીકે જાણીતું કર્યુ. સમય જતાં તે અપભ્રંશ થઇને ‘અમદાવાદ’ તરીકે ઓળખાવા લાગ્યું. અમદાવાદની સ્થાપના વિશે એક દંતકથા એમ પણ છે કે જ્યારે સુલતાન અહમદશાહ આ વિસ્તારની લટાર મારવા નીકળ્યા ત્યારે આ વિસ્તારમાં ફરતા સસલાએ સુલતાનના શિકારી કુતરાથી ડરવાને બદલે તેનો સામનો કર્યો. સસલાની આ બહાદુરી જોઈને સુલતાને વિચાર કર્યો કે જે વિસ્તારના સસલા આટલા બહાદુર છે ત્યાંના માણસો કેવા હશે અને સુલતાને અહીં પોતાનું પાટનગર સ્થાપ્યુ. અને એટલે જ આ પંક્તિનો ઉદ્ભવ થયો કે “જબ કુત્તે પે સસ્સા આયા, તબ અહમદશાહને શહર બસાયા”.

Ahmedabad 7અંગ્રજોના શાસનકાળ દરમિયાન અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું. અહીં તેમણે કોર્ટ, નગરપાલિકા વગેરે સ્થાપ્યાં. કાપડની મિલૉને લીધે અમદાવાદ પૂર્વનું ‘માંચેસ્ટર’ પણ કહેવાતું હતું. મે ૧૯૬૦ થી નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યુ. હાલ ગાંધીનગર નવું પાટનગર બનવા છતાં અમદાવાદની મહત્તા એવી જ છે, સામાન્ય રીતે આજકાલ ગાંધીનગરને ગુજરાતનું રાજકીય પાટનગર અને અમદાવાદને વાણિજ્યિક પાટનગર કહેવામા આવે છે.

ઐતિહાસિક અમદાવાદ આજે ધીકતું વ્યાપારી કેન્દ્ર છે. અમદાવાદ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે. જૂનું શહેર જે સાબરમતી નદીની પૂર્વ દિશામાં વસેલ છે અને નવું શહેર જે પશ્ચિમ દિશામાં વિકસેલ છે. જુનું શહેર ગીચ છે જ્યારે નવું શહેર ઘણું વ્યવસ્થિત અને પહોળા રસ્તા વાળુ છે. વ્યાપારી કેન્દ્ર હોવા ઉપરાંત અમદાવાદ એક મહત્વનું ઔધોગિક કેન્દ્ર છે, જેમાં કાપડ, રંગ, રસાયણ અને આભુષણોને લગતા ઉધોગો મુખ્ય છે. અમદાવાદ શહેર ઇતિહાસમા એક અન્ય કારણે પણ પ્રસિદ્ધ છે, અને એ છે મહાત્મા ગાંધીએ અહીં સાબરમતીના કિનારે સ્થાપેલો ગાંધી આશ્રમ.

Ahmedabad 3આગામી વર્ષૉમાં સાબરમતી નદીના કિનારે રીવર ફ્રન્ટ યોજનાથી શહેરની રોનક બદલાશે તથા આ જિલામાં હાલમા બી.આર.ટી.એસ. સુવિધા શરૂ થઇ ગયેલ છે. જેને લીધે શહેરમા રોનક આવી ગઇ છે.

નાના મોટા ધન્ધા ને લિધે અમદાવાદ એક માર્કેટ સમાન બની ગયુ છે.

 

Ahmedabad 5ભુગોળ
સાબરમતી નદી પર આવેલા નવ બ્રીજોનો એક નહેરુ બ્રીજ – જે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડે છે.
અમદાવાદ પશ્ચિમ ભારતમાં ઉત્તર-મધ્ય ગુજરાતમાં સમુદ્રની સપાટીથી ૫૩ મીટરની ઊંચાઈએ સાબરમતી નદીના કિનારે ૨૩.૦૩°N ૭૨.૫૮°E સ્થિત છે. જે ૪૬૪ ચોકિમી જેટલો વિસ્તાર પર ફેલાયેલ છે.
અમદાવાદ પશ્ચિમ ભારતમાં આવેલ ગુજરાત રાજ્યમાં સ્થિત છે. તે સમુદથી ૫૩ મીટર ની ઊંચાઈ પર આવેલુ છે. અમદાવાદ સાબરમતી નદીના કિનારે વસેલુ છે. શહેર એક સૂકા અને રેતાળ વિસ્તારમાં છે. શહેરમાં બે તળાવ પ્રખ્યાત છે – કાંકરિયા તળાવ અને વસ્ત્રાપુર તળાવ. બાપુનગરમાં લાલબહાદુર શાસ્ત્રી તળાવનું કામ ચાલુ છે. નરૉડામાં પણ તળાવ બનશે. આ ઉપરાંત વટવામાં બીબી તળાવ અને ઇસનપુરમાં ચંડોળા તળાવ પણ છે.

અમદાવાદ શહેરની બી.આર.ટી.એસ. સેવા, જેની દેખરેખ અમદાવાદ જનમાર્ગ લિમિટેડ હેઠળ ચાલી રહી છે. આ સેવાનો પેહલો ભાગ જે આર.ટી.ઓ. અને પીરાણાને જોડતો બનાવેલો, જેનુ ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ૧૪ અક્ટોબર ૨૦૦૯ના રોજ કર્યુ હતુ. બીજો ભાગ જે ચંદ્રનગર અને કાંકરિયા તળાવને જોડતો બનાવેલો છે, સંપૂર્ણ બી.આર.ટી.એસ. સેવા હાલમાં કાર્યરત છે.

 

મહત્વ

 • સરદાર પટેલે અમદાવાદથી જ રાજકીય ક્ષેત્રમાં જંપલાવ્યું.
 • મહાત્મા ગાંધીએ સાબરમતી નદીના પશ્ચિમ તીરે (કોચરબ) આશ્રમની સ્થાપના કરી જે આજે કસ્તુરબા આશ્રમ તરીકે ઓળખાય છે. અને બીજો આશ્રમ વાડજ નજીક સાબરમતી વિસ્તારમાં સ્થાપ્યો જે આજે ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે. અંગ્રજોના શાસન કાળ દરમિયાન ગાંધીજીના લીધે અમદાવાદ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય મથક બની રહ્યું.
 • ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ ૧૯૨૦ માં અમદાવાદ માં કરી.
 • ડો. વિક્રમ સારાભાઈ નો ઉછેર અમદાવાદમાં થયો અને સારાભાઈ ઉદ્યોગ અમદાવાદમાં વિકસ્યો. તેમના સહયોગથી ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઈસરો), ટેક્ષટાઇલ સંશોધન કેન્દ્ર (અટીરા) અને ભૌતિક પ્રયોગ શાળા (પી.આર.એલ.) અમદાવાદમાં સ્થપાયા.
 • કસ્તુરભાઈ લાલભાઈ અને લાલભાઈ દલપતભાઈ જેવા ઉદ્યોગપતિઓના પ્રયત્ન અને સહયોગથી ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં એલ.ડી. એન્જીનીયરીંગ અને એલ.ડી. આર્ટસ્ કોલેજો અને બીજી સંસ્થાઓ સ્થપાઇ.
 • ભારત અને એશિયાની પ્રથમ કક્ષાની સંસ્થા ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (આઇ.આઇ.એમ.) અમદાવાદમાં આવેલી છે. તે સિવાયની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇન, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યુટ્ ઓફ્ કોમ્યુનિકેશન એન્ડ્ ઇન્ફ્ર્‍મેશન ટેકનોલોજી (DA-IICT) અને પ્લાઝમા અનુસંધાન સંસ્થાન (IPR) પણ અમદાવાદમાં આવેલ છે.
 • અમદાવાદ આજે અન્ય મેટ્રો શહેરો જેવા કે મુંબઈ, દિલ્લી(દિલ્હી), કોલકત્તા, ચેન્નાઈ ની સમકક્ષ બની ગયેલ છે.
Advertisements

2 comments on “અમદાવાદ

 1. suresh chaudhary
  જૂન 28, 2013
 2. WERRY NICE I LOVE AHMEDABAD

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: